ભારતીય સમાજ પર કટાક્ષ કરતી ફિલ્મ 'મસાન'નું ટ્રેઇલર રિલીઝ

68માં આંતરરાષ્ટ્રીય કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં બે પુરસ્કાર પ્રાપ્ત કરનાર ફિલ્મ મસાનનું ટ્રેઇલર રિલીઝ થયું છે આ ફિલ્મની વાર્તા વારાણસીની બે છોકરીઓ પર આધારિત છે.

 

મોડાસાના ચોપડા ગામમાં ચુડવેલ નામની જીવાતથી લોકો ત્રાહિમામ

300px-Modasa-Gujratવરસાદ પડવાની સાથે વિવિધ જીવજંતુઓંનો ઉપદ્રવ પણ વધી જતો હોય છે. આજ રીતે મોડાસાનું એક ગામ છે જ્યાં લોકો ચોમાસુ શરૂ થયા બાદ જીવાતોનો ત્રાસ વધી જતો હોય છે તેમાં ચુડવેલ નામની જીવાતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે. ત્યારે મોડાસાના ચોપડા ગામમાં આવેલા 100 ઘરોમાં જાણે ચુડવેલે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. અહીના લોકોના ઘરમાં એવો કોઈ ખુંણો નથી જ્યાં ચુડવેલે સામ્રાન્જ ન જમાવ્યું હોય. લોકો ચુડવેલથી એટલા કંટાળ્યા છે પોતાનું ઘર છોડીને ખેતરોમાં વરસાટ શરૂ કર્યો છે. ચુડવેલના ફેલાવાના કારણે લોકોએ રાત્રે સુતી વખતે પણ ખાસ્સી કાળજી રાખવી પડે છે.

 

ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ થતાની સાથે ચુડવેલ નામની જીવાતની માત્રા વધવા માંડે છે આખા ચોમાસા દરમિયાન આ જીવાત રહેતી હોય છે. ચોપડા ગામના લોકોએ આ જીવાતથી છુટકારો મેળવવા માટે અથાગ પ્રયત્નો કર્યો છે પરંતુ આ જીવાતની સંખ્યામાં કોઈ ઘટાડો નથી થયો. ત્યારે ચુડવેલની સામે જાણે તંત્ર પણ લાચાર બન્યું છે.

ચોપડા ગામે ચુડવેલે જાણે કે લોકોને બાનમાં લઈ લીધા, ત્રાહિમામ્ પોકારી ઉઠેલા લોકો પણ આ જીવાતને નાથવા માટે તંત્ર સઘન પગલાં ભરે તેવું ઈચ્છી રહ્યા છે. કારણ કે, છતે ઘરે લોકોને ચુડવેલના ત્રાસથી કંટાળીને ખેતરમાં વસવાટ કરવાનો વારો આવ્યો છે.

 

ગુજરાતમાં ભારે વરસાદથી 10 સિંહોના મોત

Gujarat_heavy_rains_killed_10_lions.jpg

તાજેતરમાં અમરેલી અને ગીર પંથકમાં આવેલા પુર પ્રકોપમાં મોટાપાયે સિંહોની ખુવારી થઇ હોવાના અહેવાલો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ઉપરવાસના વરસાદના પગલે શેત્રુંજી સહિત અનેક નદીઓમાં ભયાનક પુર આવતા અનેક સાવજો તણાઇ ગયા હોવાનું બહાર આવ્‍યું છે. મોટા પાયે સિંહોની ખુવારી થઇ હોવાના અહેવાલો વચ્‍ચે રાજય સરકારે તપાસના આદેશો આપ્‍યા છે. હાલ ૧૦૦ જેટલી ટીમો સર્વે કામગીરી કરી રહી છે. દરમિયાન ટીવી અહેવાલો મુજબ બીન સત્તાવાર રીતે ર૦ થી ર૩ સિંહોના મોત થયા છે. જયારે વન વિભાગ સત્તાવાર રીતે માત્ર બે જ સિંહોના મૃત્‍યુ થયાનું જણાવે છે. વી ટીવીએ આજે બપોરે ૧૦ સિંહોના મોત થયા હોવાનું જાહેર કર્યુ છે. પુર પ્રકોપમાં જે રીતે સિંહોના મોત થયા છે તે બાબતને લઇને જીવદયાપ્રેમીઓ સ્‍તબ્‍ધ થઇ ગયા છે.

તાજેતરમાં અનેક નદીઓમાં આવેલા ધસમસતા પુરને કારણે અનેક સિંહો તણાઇ ગયા હોવાનું બહાર આવતા રાજયના વનમંત્રી મંગુભાઇ પટેલે આ અંગે તપાસના આદેશો આપ્‍યા છે. તેમણે જણાવ્‍યું છેકે, ૧૦૦ જેટલી ટીમો બનાવી હાલ સર્વે કરવામાં આવી રહયો છે અને તે પછી જ બહાર આવશે કે કેટલા સિંહોના મોત થયા છે. તેમણે એમ પણ કહયું છે કે, ઉચ્‍ચ અધિકારીઓ સિંહોના લોકેશન મેળવવામાં લાગી ગયા છે.
અમરેલી, સાવરકુંડલા, લીલીયા, ભાવનગર સહિતના જંગલના વિસ્‍તારોમાં આવેલા પુરથી અનેક હર્યાભર્યા સિંહોના પરિવારનો કચ્‍ચરઘાણ નિકળી ગયો છે. અનેક સિંહોના મૃતદેહો મળવાનું શરૂ થયું છે. પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે, આગમચેતીના પગલા નહિ લેવાના કારણે સિંહોના મૃત્‍યુ થયા છે. વન વિભાગ માત્ર બેનો આંકડો કહે છે જયારે બીનસતાવાર આંકડો ર૩નો હોવાનું કહેવાય છે. જે હોય તે પરંતુ ગુજરાતના ઘરેણા સમાન આ સિંહોના અકાળે મોતે અનેકને અકળાવી મુકયા છે તે નક્કી છે.

 

ખેડૂતની આત્મહત્યા મામલે વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

Prime Minister farmer suicide issue sorrow expressed

દિલ્હીના જંતર મંતર ખાતે ખેડૂતે કરેલા આપઘાતની ઘટના પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ગજેન્દ્રની મોતથી દેશ દુઃખી છે અને અમે બધા નિરાશ છીએ. ખેડૂતના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. તેમણે આગળ એમ પણ કહ્યું કે, ખેડૂતો પોતાને એકલા ન સમજે. જ્યારે કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે પણ ખેડૂતના મોતને લઇને દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે ટ્વિટર પર લખ્યું કે, દિલ્હીમાં ખેડૂતની દુર્ભાગ્યપૂર્ણ આત્મહત્યાથી દુ:ખી છું. આશા છે કે, આમ આદમી પાર્ટી લેન્ડ બિલને લઇને આગળ રાજનીતિકરણ નહીં કરે. આ પહેલા ખેડૂતની આત્મહત્યાને લઇને રાજકીય માહોલ ગરમાયો હતો અને રાજકીય પક્ષોએ આરોપ-પ્રતિઆરોપનો લગાવાનું શરૂ કર્યું હતું. આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ખેડૂતના આત્મહત્ય મામલે ઠીકરુ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર ફોડ્યું હતું. ખેડૂતની આત્મહત્યાની જાણકારી બાદ પણ રેલી ચાલુ રાખવા અંગે સ્પષ્ટતા કરતા આપે કહ્યું હતું કે, ખેડૂતો ભડકે નહીં તે માટે આવું કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે મોદી સરકાર જમીન સંપાદન બિલ અને કમોસમી વરસાદના વળતર મુદ્દે વિપક્ષ અને ખેડૂતોની નારાજગીનો સામનો કરી રહી છે.

 

બિહારના ત્રણ જિલ્લામાં ભયાનક ચક્રવાતી વાવાઝોડું: 32ના મોત

Three districts in Bihar awesome Whirlwind 32 deaths

બિહારના ત્રણ જિલ્લામાં ગઈરાત્રે ભયાનક ચક્રવાતી તોફાન આવતાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે જ્યારે 80થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે જ્યારે ખેતરમાં ઉભેલા પાકને પણ નુકસાન પહોંચ્યું છે.
બિહારના કોસી સહિત ત્રણ જુદા જુદા જિલ્લામાં આ ચક્રવાતી તોફાનની અસર થઈ હતી. રાક્ષસી ઝડપે ફૂંકાયેલા પવનમાં વૃક્ષોનો પણ સોથ વળી ગયો હતો. આ ઘટના બાદ રાહત બચાવ કાર્ય શ કરવામાં આવ્યું હતું.
બિહાર સરકારે આ ચક્રવાતી તોફાનમાં મૃત્યુ પામેલાઓને વળતર આપવાની પણ જાહેરાત કરી છે. હજુ મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. હવામાન ખાતાએ હજુ આગામી 48 કલાક સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી પણ કરી છે.

 

૬૦૦ કરોડના હેરોઇન સાથે પકડાયેલા પાકીસ્તાનીઓની પુછપરછ

Pakistanioni arrested with heroin worth 600 Enquiry

પાકીસ્તાનથી ૬૦૦ કરોડ રૂપિયાની કીંમતનું હેરોઇન ભરેલી નાની હોડીને કોસ્ટગાર્ડે ચોક્કસ સંદેશાઓના આધારે પોરબંદરથી રપ૦ નોટીકલ માઇલ દુર દરિયામાંથી પકડી પાડયા બાદ આ હોડીને બપોરે પોરબંદરથી ૧પ નોટીકલ માઇલ દુર ભારે સુરક્ષા વચ્ચે ગઇકાલે લવાયા બાદ પાક. મરીનનું આઇકાર્ડ મળી આવ્ું હોવાથી આ બનાવમાં પાક.ની સંડોવણી હોવાના સીધા પુરાવાઓ પ્રાપ્ત થયા છે ત્યારે હેરોઇનનો જથ્થો મંગાવવામાં પોરબંદરના કોઇ શખ્સોની સંડોવણી હતી કે કેમ? તે અંગે ઉંડાણથી તપાસ ચાલી રહી છે.પકડાયેલા આઠ પાકીસ્તાનીઓની પુછપરછ માટે આઇ.બી.ના આઇ.જી. સુભાષ ત્રીવેદી પોરબંદર આવી પહોંચ્યા છે અને આકરી પુછપરછ શરૂ કરી છે.
પોરબંદરથી રપ૦ નોટીકલ માઇલ દુર દરિયામાં કોસ્ટગાર્ડ અને નેવીએ જોઇન્ટ ઓપરેશન હાથ ધરી પાકીસ્તાનની એક હોડીમાં સવાર આઠ શખ્સોને ૬૦૦ કરોડ રૂપિયાના હેરોઇન અને બે સેટેલાઇટ ફોન સહિત જીપીએસ સીસ્ટમ વગેરે ચીજવસ્તુઓ સાથે પકડી પાડયા બાદ આ શખ્સોને ગઇકાલે બપોરે પોરબંદર લવાયા હતા પરંતુ કોસ્ટગાર્ડની ટીમે પત્રકારોને પ્રશ્નો પુછીને માહિતી આપવાનો ઇન્કાર કર્યેા હતો અને તેઓ જે પ્રમાણે બ્રીફ આપે છે તે જ પ્રમાણે ઘટના ઘટી છે તેમ જણાવીને તેમાં આપેલી માહિતી પ્રમાણે જ સમાચાર પ્રસારિત કરવા જણાવતા ભારે આર્ય સાથે જુદી–જુદી ચર્ચાઓ પણ જાગી હતી.

 

Read News Paper

Video News Site

IPLt20 2015 Live Score

Polls

આઈપીએલ-8માં કોણ જીતશે
 

Who's Online

We have 22 guests online